સપ્ટેમ્બર 27, 2025 8:52 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ. કેન્દ્રીય મંત્રીએ શહેરના સુતારવાડા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક વ્યવસાયો અને વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી હતી.
આ દરમિયાન તેમણે વ્યાપારીઓને સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને સ્થાનિક અને આત્મનિર્ભર ઉત્પાદનો તરફ દોરી જાય તેવી કામગીરી કરવા દેશી ઢોલ અને શરણાઈના સૂરે અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ પોતાના હસ્તે “ગર્વ સે સ્વદેશી” અને જીએસટી રિફોર્મ-૨૦૨૫ સંબંધિત પોસ્ટર લગાવી, જે દ્વારા સ્થાનિકોને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે જાગૃત કર્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.