કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં ભારતીય રેલ્વેના સહયોગથી ‘ગર્વથી સ્વદેશી’ થીમ પર ‘ફિટ ઇન્ડિયા: સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમમાં ભાગ લીધો.
શ્રી માંડવિયાએ કહ્યું છે કે સન્ડે ઓન સાયકલ એક અભિયાન બની ગયું છે. તેમણે કહ્યું કે 50થી વધુ સાંસદોએ તંદુરસ્ત રહેવા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા અને લોકો સુધી સ્વદેશીનો સંદેશ પહોંચાડવા માટે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
શ્રી માંડવિયાએ કહ્યું કે આ કાર્યક્રમ દેશમાં 8 હજારથી વધુ સ્થળોએ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમણે એ પણ માહિતી આપી કે સાયકલ પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 2:01 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લેતા કહ્યું કે સરકારે સાયકલ પરનો જીએસટી ઘટાડ્યો