ડિસેમ્બર 16, 2024 2:21 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM પર પ્રશ્ન ઉઠાવવા બદલ કૉંગ્રેસની ટિકા કરી છે

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM પર પ્રશ્ન ઉઠાવવા બદલ કૉંગ્રેસની ટિકા કરી છે. સંસદ ભવનની બહાર માધ્યમો સાથેવાત કરતા શ્રી જોષીએ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઑમર અબ્દુલ્લા દ્વારા EVM અંગે કૉંગ્રેસના વલણની ટિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘કેટલાક વિપક્ષીદળ પણ મુખ્ય વિપક્ષી દળ પર આંગળી ઉઠાવી રહ્યા છે.’ તેમણે કહ્યું, કૉંગ્રેસ પક્ષને પોતાની ભૂલ સમજવાની જરૂર છે.
આ પહેલા શ્રી અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ પક્ષને એ જ EVM મશીનના ઉપયોગથી લોકસભામાં નવ બેઠક મળતી હોય, તો તે જીતની ઉજવણી કરે છે, પરંતુ કેટલાક પરિણામ અપેક્ષા વિરુદ્ધ આવે તો તે જ પક્ષ EVMની ટિકા કઈ રીતે કરી શકે.’

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.