નવેમ્બર 24, 2025 7:55 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત અને કેનેડા મુક્ત વેપાર કરારની વાટાઘાટોને ઝડપી બનાવશે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત અને કેનેડા દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ આપવા માટે મુક્ત વેપાર કરાર-FTA માટે વાટાઘાટોને ઝડપી બનાવશે. આજે નવી દિલ્હીમાં ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચેમ્બરને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે, ભારત મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઉર્જા, પરમાણુ ઉર્જા અને પુરવઠા શૃંખલા વૈવિધ્યકરણમાં કેનેડા સાથે સહયોગ માટેની તક જુએ છે.
G20 શિખર સંમેલન દરમિયાન બંને દેશોના પ્રધાનમંત્રી વચ્ચે તાજેતરમાં થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને નેતાઓ ઉચ્ચ-મહત્વાકાંક્ષી વ્યાપક આર્થિક ભાગીદારી કરાર અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા માટે વાટાઘાટો શરૂ કરવા સંમત થયા હતા.