કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોને આગળ વધારવાનો અને પરસ્પર લાભદાયી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે.
મંત્રાલયે જણાવ્યું કે, અમેરિકા વેપાર પ્રતિનિધિઓની એક ટીમે આ મહિનાની 16મી તારીખે ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, વેપાર કરારના વિવિધ પાસાઓ પર સકારાત્મક ચર્ચા થઈ હતી અને આ સંદર્ભમાં પ્રયાસો ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 2:13 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે.