સપ્ટેમ્બર 2, 2025 7:52 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત વિશ્વમાં ટકાઉ વિકાસનું ઉદાહરણ બનશે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત તેની ટકાઉપણું પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં G20 દેશોમાં શ્રેષ્ઠ છે. આજે નવી દિલ્હીમાં CIIના 20મા ગ્લોબલ સસ્ટેનેબિલિટી સંમેલનને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે COP21 ને સફળ બનાવવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
તેમણે ભાર મૂક્યો કે ભારત તેના ટકાઉપણું લક્ષ્યો પ્રત્યે દ્રઢપણે પ્રતિબદ્ધ છે, વર્ષ 2014 થી નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોને પાંચ ગણો વધારી રહ્યું છે અને એક રાષ્ટ્ર, એક ગ્રીડના સિદ્ધાંત હેઠળ સફળતાપૂર્વક રાષ્ટ્રીય ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ બનાવી રહ્યું છે.
પાવર ક્ષેત્રમાં સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે નોંધ્યું કે ભારતમાં 50 ટકા નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પહેલાથી જ સ્થાપિત થઈ ગઈ છે, અને સમયમર્યાદા પહેલા જ નવીનીકરણીય ઉર્જા લક્ષ્યો પ્રાપ્ત કરી રહ્યું છે. તેમણે ભાર મૂક્યો કે ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.