ઓગસ્ટ 29, 2025 7:47 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા માટે ભારત અને આફ્રિકા સંબંધો પર કામ કરવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા માટે ભારત અને આફ્રિકા સંબંધો પર કામ કરવા પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં CII ઇન્ડિયા આફ્રિકા બિઝનેસ કોન્ક્લેવના 20મા સંસ્કરણના સમાપન સત્રને સંબોધતા, શ્રી ગોયલે નિર્દેશ કર્યો કે ભારત અને આફ્રિકા વચ્ચેનો વેપાર એકદમ સંતુલિત છે, ભારતની નિકાસ અને આયાત અનુક્રમે 42.7 બિલિયન ડોલર અને 40 બિલિયન ડોલર છે. શ્રી ગોયલે જણાવ્યુ કે, બંને દેશો કૃષિ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સંભાળ, મહત્વપૂર્ણ ખનિજો, નવીનીકરણીય ઉર્જા અને સેવાઓમાં પૂરકતા ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય ઉત્પાદકો પોષાય તેવા ગતિશીલતા ઉકેલો માટે આફ્રિકાની વધતી માંગને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
શ્રી ગોયલે જણાવ્યુ કે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે (UPI) આફ્રિકાનો વ્યવહાર ખર્ચ ઘટાડવામાં અને નાણાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.