જુલાઇ 18, 2025 7:53 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે નોઈડામાં ભારતના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રસંઘ અભિયાન – સંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, શ્રી ગોયલે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે સક્રિયપણે યોગદાન આપવા અપીલ કરી.
શ્રી ગોયલે ભાર મૂક્યો કે ભારત એક મોટા પરિવર્તનની આરે છે. તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણને એક ફરજ અને વિશેષાધિકાર તરીકે સ્વીકારવા અને દરેક કાર્યને પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કરવા પ્રોત્સાહિત કર્યા. શ્રી ગોયલે તેમને બીજા ની કાળજી રાખવા અને તેઓ જે પણ કરે. તેમાં શ્રેષ્ઠ આપવા વિનંતી કરી. તેમણે વ્યક્તિઓ અને રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલ શિક્ષકો અને માર્ગદર્શકોની પ્રશંસા પણ કરી હતી.