વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં 4 હજાર ટકાનો વધારો થયો છે. નવી દિલ્હીમાં 11મા ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક 2025 ને સંબોધતા, શ્રી ગોયલે નોંધ્યું કે દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હવે 227 ગીગાવોટની થઈ છે. તેમણે કહ્યું કે ભારત સંભવતઃ પહેલો G-20 રાષ્ટ્ર છે જેણે પેરિસ કરાર હેઠળ તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન પૂર્ણ કર્યા છે. સંશોધન, વિકાસ અને નવીનતા ભંડોળમાં તાજેતરમાં એક લાખ કરોડ રૂપિયાની મંત્રીમંડળની મંજૂરી પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે કહ્યું કે તે નેક્સ્ટ-જનરેશન બેટરી ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
Site Admin | જુલાઇ 10, 2025 7:47 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં 4 હજાર ટકાનો વધારો થયો