કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત 2047 માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSMEના સત્રને સંબોધતા શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, આજના સત્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે 381 કરોડ રૂપિયાથી વધુના સમજૂતી કરાર થયા હતા. તેનાથી 995થી વધુ રોજગારીની તકનું સર્જન થશે તમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સત્રમાં વૈશ્વિક બજારો માટે સૌરાષ્ટ્રના MSMEને તૈયાર કરવાની દિશામાં આંતર-રાષ્ટ્રીય તક પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
Site Admin | જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂરી – રાજકોટ VGRCમાં 381 કરોડ રૂપિયાથી વધુના MoU પર હસ્તાક્ષર