જાન્યુઆરી 6, 2026 7:32 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ અને દેશના ભવિષ્યને સલામત કરવા કુપોષણની નાબૂદી જરૂરી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના નિર્માણ અને દેશના લાંબાગાળાના સામાજિક અને આર્થિક ભવિષ્યને સલામત કરવા કુપોષણની નાબૂદી જરૂરી છે. નવી દિલ્હીમાં એક સંમેલનમાં શ્રી ગોયલે કહ્યું, કુપોષણ એક મોટો પડકાર છે અને તેના માટે સંકલિત કાર્યવાહીની જરૂર છે.
તેમણે કહ્યું, નિગમ સામાજિક જવાબદારી – CSR વેપારને સામાજિક અસરથી જોડવાની તક આપે છે. ખાસ કરીને કુપોષણને પહોંચી વળવામાં. તેમણે કહ્યું, કુપોષણ સામેની લડાઈને એક સામૂહિક રાષ્ટ્રીય જવાબદારી તરીકે આગળ વધારવી જોઈએ. કુપોષણને દૂર કરવામાં મહિલા અને બાળવિકાસ મંત્રાલયની મુખ્ય ભૂમિકા પર પણ શ્રી ગોયલે ભાર આપ્યો હતો.