ઓક્ટોબર 23, 2025 7:46 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બર્લિનમાં જર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રી કેથરિના રિચે સાથે મુલાકાત કરી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે બર્લિનમાં જર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રી કેથરિના રિચે સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું, આ મુલાકાત દરમિયાન સંવાદમાં વેપાર અને રોકાણ ક્ષેત્રમાં ભારત—જર્મની સંબંધને મજબૂત કરવા, લીલી ઊર્જા, ઉભરતી ટૅક્નોલૉજી અને સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત ઔદ્યોગિક અને ટૅક્નિકલ ભાગીદારી પર ચર્ચા થઈ.
શ્રી ગોયલે કહ્યું, ભારત—યુરોપીય સંઘ મુક્ત વેપાર કરાર – F.T.A.ને અંતિમ સ્વરૂપ આપવા જર્મનીની પ્રતિબદ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી. શ્રી ગોયલે કઈ રીતે ભારતની પ્રતિભા અને વેપાર સરળતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં જર્મનીની કંપનીઓ માટે રોકાણમાં વૈવિધ્ય લાવવા અને પૂરવઠા સાંકળને મજબૂત કરવા માટે તક પૂરી પાડે છે.