સપ્ટેમ્બર 17, 2024 7:19 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું લોકાર્પણ કર્યુ.

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અનાજના એ. ટી. એમ દ્વારારાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉ તથાચોખાનો  જથ્થો તેમનાઆધાર આધારિત બાયોમેટ્રિક પધ્ધતિ દ્વારા મળી શકશે. તેમણે ઉમેર્યું કે, ટેક્નોલોજીસાથે સુમેળ સાધીને “અન્નપૂર્તિ” અનાજ એ.ટી.એમના માધ્યમથી જાહેર વિતરણવ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય બનવા તરફ જઈરહી છે. રાજ્યમંત્રી ભિખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, અન્નપૂર્તિ મશીન થકીલાભાર્થીઓને ઓછું અનાજ તથા અમુક અનાજ નહિ મળતા હોવાની ફરિયાદ દૂર થશે. આ ઉપરાંતલાભાર્થી 24 કલાકમાંથી ગમેત્યારે જરૂરી રાશન મેળવી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.