સપ્ટેમ્બર 11, 2025 7:50 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાંડ ઉદ્યોગને દેશની કરોડરજ્જુ ગણાવીને તેની પ્રશંસા કરી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ખાંડ ઉદ્યોગને દેશની કરોડરજ્જુ ગણાવીને તેની પ્રશંસા કરી. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે ભારત ખાંડ અને બાયો-એનર્જી કોન્ફરન્સના ત્રીજા સંસ્કરણમાં હાજરી આપતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતનું બાયોએનર્જી ક્ષેત્ર તેના 20 ટકા ઇથેનોલ મિશ્રણ દ્વારા એક મુખ્ય ખેલાડી બની ગયું છે. તેમણે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.