કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ગ્રામીણ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરીને નીતિઓ બનાવવી જોઈએ, જેથી દેશમાં સ્થળાંતરની સંખ્યા ઘટાડી શકાય. આજે નવી દિલ્હીમાં કિસાન કુંભ 2025ને સંબોધતા શ્રીગડકરીએ કહ્યું કે, નીતિઓએ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના નબળા વર્ગોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે ખેડૂતો અને સંલગ્ન ક્ષેત્રોનો GDP માં માત્ર 14 ટકા ફાળો છે, અને લોકો શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે.પોતાના અનુભવો રજૂ કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું, ખેડૂતોએ નવી ટેકનોલોજી શીખવી જોઈએ અને ઉદ્યોગસાહસિક બનવું જોઈએ. શ્રી ગડકરીએ ખેડૂતોને એકબીજા સાથે પોતાના કૌશલ્ય અને અનુભવનું આદાનપ્રદાન કરવા અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા વિનંતી પણ કરી.
Site Admin | એપ્રિલ 9, 2025 7:53 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોને નવીટેકનોલોજી શીખવા અને ઉદ્યોગસાહસિક બનવા અનુરોધ કર્યો