ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 9:09 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકારની વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલને વિશેષ પ્રાથમિકતા.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે.દેશના કુલ પાવર બાસ્કેટમાં ગ્રીન પાવરનો હિસ્સો 42 ટકાથી વધુ છે. ગઈકાલે નવી દિલ્હીમાં 32મા કન્વર્જન્સ ઇન્ડિયા એક્સ્પો, સ્માર્ટ મોબિલિટી ઇન્ડિયા એક્સ્પો અને 10મા સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા 2025માં મંત્રી શ્રી એ સંબોધન કર્યું.ભવિષ્યમાં મુસાફરીનો સમય ઘટાડતા વિવિધ પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા મંત્રીએ કહ્યું, દિલ્હી અને દહેરાદૂન, દિલ્હી અને જયપુર તેમજ ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચેનું અંતર ઘટીને બે કલાક થશે. તેમણે ઉમેર્યું કે, દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘટાડીને બાર કલાક કરવામાં આવશે.