માર્ચ 7, 2025 9:43 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીના પગલાંમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સલામતીના પગલાંમાં સુધારો લાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો.તેમણે માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી ટેકનોલોજી અને ટકાઉ રિસાયકલ કરી શકાય તેવા બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટે વ્યૂહરચના વિકસાવવા હાકલ કરી. મંત્રી ગઇકાલે નવી દિલ્હીમાં બે દિવસીય ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક સમિટ અને એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યા પછી બોલી રહ્યા હતા. શ્રી ગડકરીએ અવલોકન કર્યું કે, દેશમાં થતા મોટાભાગના માર્ગ અકસ્માતો રોડ ડિઝાઇનમાં નબળી સિવિલ એન્જિનિયરિંગ પદ્ધતિઓ અને અયોગ્ય રોડ સાઇનેજ અને માર્કિંગ પધ્ધતિને કારણે થાય છે. તેમણે કહ્યું કે, માર્ગ સલામતીને ટોચની પ્રાથમિકતા આપતા, સરકાર 2030 સુધીમાં અકસ્માત દરમાં 50 ટકા ઘટાડો કરવાનું લક્ષ્ય રાખે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.