કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે હરિયાણાના સોનીપતના ગણૌર નજીક ગુજરાન ગામમાં દિલ્હી ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દેશના પ્રથમ વાણિજ્યિક ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ મથકનું ઉદ્ઘાટન કર્યું.
આ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે ભારત ઉડ્ડયન બળતણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે હશે અને ખેડૂતોને બળતણના ઉત્પાદન માટે પરાળનો ઉપયોગ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આપણા દેશમાં બાયો-બિટ્યુમેન બનાવવા માટે 5 મિલિયન ટન પરાળનો ઉપયોગ થઈ રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:47 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હરિયાણામાં દેશના પ્રથમ વાણિજ્યિક ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ મથકનું ઉદ્ઘાટન કર્યું