માર્ચ 6, 2025 7:49 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા નાગરિકોએ અસ્પૃશ્યતા, ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે નાગરિકોને અસ્પૃશ્યતા, જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે.
નવી દિલ્હીમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકર મહિલા સન્માનને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાનતા પર આધારિત સમાજનું નિર્માણ કરવાનો છે. દરેક નાગરિકે માનવું જોઈએ કે વ્યક્તિનું મૂલ્ય તેની જાતિ, ધર્મ, ભાષા કે લિંગ દ્વારા નહીં, પરંતુ તેના ગુણો દ્વારા નક્કી થાય છે.
આ પ્રસંગે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આદર્શ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં 30 થી વધુ મહિલાઓને સામાજિક સુધારામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.