રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની દરેક શેરી રમતગમતનું મેદાન બનવી જોઈએ અને દરેક પ્લેટફોર્મ પર ભારતીય ધ્વજ ફરકવો જોઈએ. આજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત રમતગમત સમિટને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું એક જન આંદોલન બનાવવાની જરૂર છે . તેમણે સન્ડે ઓન સાયકલ જેવી પહેલોને પાયાના સ્તરે જોડાણનું પ્રતીક ગણાવી અને દરેક ઘરમાં રમતગમત સંસ્કૃતિ અપનાવવા હાકલ કરી. તેમણે ભારતને વિશ્વના ટોચના પાંચ રમતગમત દેશોમાંનો એક બનાવવા વિશે વાત કરી.
શ્રી માંડવિયાએ રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ, 2025 ને એક સીમાચિહ્નરૂપ કાયદો ગણાવ્યો જે ખેલાડીઓ માટે શાસન સુનિશ્ચિત કરશે, વિવાદ નિરાકરણ માટે એક પદ્ધતિ બનાવશે અને નિર્ણય લેતી સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ફરજિયાત કરશે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 7:54 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું જન આંદોલન બનાવવાની જરૂર પર ભાર મૂક્યો.