કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ઐતિહાસિક મિશનની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ મેળવેલી સિદ્ધિ પર સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. શ્રી સિંહે લોકસભામાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતના પ્રથમ અવકાશયાત્રી – ‘વિકસિત ભારત 2047 સુધીમાં અવકાશ કાર્યક્રમની મહત્વપૂર્ણ ભૂમિકા’ વિષય પર એક ખાસ ચર્ચા દરમિયાન આ મુજબ જણાવ્યુ હતુ. તેમણે કહ્યું વિકસિત ભારત 2047નું લક્ષ્ય હાંસલ થતાં પહેલા જ એક ભારતીય ચંદ્ર પર જશે.
છેલ્લા 11 વર્ષમાં અવકાશ ક્ષેત્રમાં સરકારે કરેલા કાર્યો પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અવકાશ ક્ષેત્ર માટે અનેક સુધારા કરાયા છે. તેમણે કહ્યું કે, અવકાશ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેના કારણે નવીનીકરણ અને સંશોધનમાં વૃદ્ધિ થઈ છે.