કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા વાર્ષિક પરિષદ-2025નું ઉદ્ઘાટન કર્યું.વાર્ષિક પરિષદનો વિષય ડોપિંગ વિરોધી વિજ્ઞાન: નવીનતાઓ અને પડકારો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ વૈજ્ઞાનિકો, કોચ, શારીરિક શિક્ષણ વ્યાવસાયિકો, રમતગમત ફેડરેશન અને વિદ્યાર્થીઓને ડોપિંગ વિરોધી વિજ્ઞાનમાં નવીનતમ પ્રગતિ અને પડકારો પર સમજદારીપૂર્વક ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું કે, રમતગમતમાં સ્વચ્છ અને ન્યાયી સ્પર્ધાને પ્રોત્સાહન આપવું જોઈએ કે બધા રમતવીરો ડોપિંગ વિરોધી નિયમોથી સારી રીતે વાકેફ છે.
Site Admin | માર્ચ 20, 2025 9:14 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું.
