ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઇ રહ્યું છે. પોરબંદરના બગવદર ખાતે 96 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઈ-ખાતમૂહુર્ત અને 53 લાખ રૂપિયાથી વધુના કામોના ઈ-લોકાર્પણ સમયે શ્રી માંડવિયાએ આમ જણાવ્યું હતું. શ્રી માંડવિયાએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા કરતાં તાજેતરના બજેટમાં પાક ધિરાણમાં વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરવાની જોગવાઈ કરાઇ છે. આ પહેલા શ્રી માંડવિયાએ મોકર સાગર વેટલેન્ડની મુલાકાત લીધી હતી. આજે સવારે શ્રી માંડવિયાએ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.