કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સવારે સન્ડે ઑન સાઈયલ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત શ્રી માંડવિયા આજે સવારે પોરબંદર બંદરની મુલાકાત લેશે. ત્યારબાદ બગવદર ગામમાં રાંદલ માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસલક્ષી વિવિધકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત શ્રી માંડવિયા બપોરે મોકર સાગર અભયારણ્યની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કુતિયાણાની સુદામા ડેરી ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને સાંજે ગ્રીનલૅન્ડ ચોકડી ખાતે યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં હાજરી આપશે.ગઈકાલે શ્રી માંડવિયાએ પોરબંદર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી દિશા સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અંગે મહત્વના સૂચન કર્યા હતા.
Site Admin | માર્ચ 2, 2025 10:05 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.