કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશના આરોગ્ય ક્ષેત્રને રાહતદરનું અને સુલભ બનાવી રહી છે. નવી દિલ્હીમાં આજે સવારે માધ્યમોને સંબોધતાં ડૉ.માંડવિયાએ કહ્યું કે, વર્ષ 2014માં 387 આરોગ્ય મહા-વિદ્યાલય હતી. આજે એક દાયકા બાદ તેની સંખ્યા 780 થઈ છે.
તેમણે ઉમેર્યું કે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના તરીકે ઉભરી આવી છે. આ યોજના હેઠળ 12 કરોડ પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી રહ્યા છે. ઉપરાંત 70 વર્ષ અને તેથી વધુ વયના લોકોને પણ આ યોજના હેઠળ સમાવવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:46 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશના આરોગ્ય ક્ષેત્રને રાહતદરનું અને સુલભ બનાવી રહી છે
