ડિસેમ્બર 26, 2025 7:17 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે. આજે અમદાવાદના વટવામાં કર્મચારી ભવિષ્ય નિધિ ભવનનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું, દેશમાં હાલ 94 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.