કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગરના પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ ભવન તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ વિકાસની ઓફિસ, મિટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ, વાહન પાર્કિંગની સુવિધા સાથે અત્યાધુનિક સુવિધા સજ્જ હશે. આ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થવાથી લોકોના કામકાજ વધુ સરળતાથી થશે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 4:07 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગરના પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું