રાજ્યમાં યોજાઈ રહેલી સરદાર ઍટ 150 રાષ્ટ્રીય યુનિટી માર્ચ– પદયાત્રાનો આજે ત્રીજો દિવસ છે. કરમસદથી કેવડિયા સુધી યોજાનારી પદયાત્રાના પ્રથમ માર્ગમાં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી આજે આ પદયાત્રા યોજાઈ. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, એસ. પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમ્ટા અંકલાવ બસમથકથી પદયાત્રામાં જોડાયા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતના લક્ષ્ય હાંસલ કરવા સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ જરૂરી છે
Site Admin | નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા સરદાર પટેલના આદર્શ જરૂરી