ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 2, 2025 6:49 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 26 તારીખે કરમસદથી કેવડિયા સુધી યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની સમીક્ષા કરી.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આગામી 26 નવેમ્બરથી છ ડિસેમ્બર રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે. કરમસદથી કેવડિયા સુધી લગભગ 150 કિલોમીટરની યાત્રાના આયોજન અંગે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે આણંદમાં બેઠક યોજી. તેમણે સરદાર પટેલના જીવન અને કવનને લોકો સુધી પહોંચાડવા આ પદયાત્રા અસરકારક માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
બેઠકમાં વર્ચ્યૂઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનોની સાથે સૌ ભાગ લે તેવા આયોજન સાથે શાળાઓમાં પણ સરદાર પટેલ અંગે નિબંધ તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાય તેવું આયોજન કરાશે.
રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ – NDDB ખાતે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે, મંત્રીમંડળના અન્ય મંત્રીઓ અને સદની અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. દરમિયાન સૌ મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ આપી હતી.