કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ આજે સવારે ડૉક્ટર વી.આર.ગોધાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને GST સુધારણા વિષયક યુવા સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ તેઓ બપોરે 12 વાગ્યે ઈશ્વરીયા ખાતે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરશે. બપોર બાદ તેઓ ચોપાટી વિલા સરકીટ હાઉસ ખાતે શહેરના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. જ્યારે સાંજે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે “વોકલ ફોર લોકલ” માર્કેટનો શુભારંભ કરાવશે.
શ્રી માંડવિયા સુભાષનગર ગામની પ્રાથમિક શાળા ખાતે સેવા પખવાડીયા અંતર્ગત યોજાયેલા મેડિકલ કેમ્પમાં હાજરી આપશે. તેઓ સોની બજાર અને સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત કરશે. જ્યારે રાત્રે બખરલા ખાતે નવરાત્રિ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 8:24 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવશે