જૂન 26, 2025 3:48 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા સંસદના ઉદ્ઘાટન સમારોહમાં કટોકટીના વિષે પર યુવાનોને સંબોધન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના ગોતામાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા સંસદના ઉદ્ઘાટન સમારોહમાં કટોકટીના વિષે પર યુવાનોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું સરમુખત્યારશાહીનો તે સમયગાળો દેશવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. હવે શ્રી માંડવિયા આજે અમદાવાદમાં નારણપુરામાં સંવિધાન હત્યા દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ નવરંગપુરામાં ‘મિસાવાસીની ડાયરી’ પુસ્તકનું પણ વિમોચન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.