વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં વૈજ્ઞાનિક અને ઔધોગિક સંશોધન પરિષદ- રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા CSIR-NPL ખાતે સોલાર સેલ માપાંકન માટે રાષ્ટ્રીય પ્રાથમિક માનક સુવિધા અને રાષ્ટ્રીય પર્યાવરણીય માનક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું.
CSIR-NPL ના 80મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા ડૉ. સિંહે જણાવ્યું, ભારત અમેરિકા, જર્મની, ચીન અને જાપાન પછી વિશ્વનો પાંચમો દેશ બન્યો છે, જ્યાં સોલાર સેલ માપાંકન માટે માનક સુવિધા છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 7:46 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રાથમિક માનક સુવિધા અને રાષ્ટ્રીય પર્યાવરણીય માનક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું.