કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જિલ્લાની ડૉક્ટર વિ. આર. ગોઢાણિયા મહાવિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને આત્મનિર્ભર ભારત તથા વસ્તુ અને સેવા કર – GST સુધારણા વિષય અંગે સંબોધિત કર્યા. આત્મનિર્ભર ભારતથી દેશના લોકોનું જીવનધોરણ કઈ રીતે આગળ આવશે તેનું માર્ગદર્શન પણ તેમણે આપ્યું.
હવે શ્રી માંડવિયા અતિથિ ગૃહમાં શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સુભાષનગર ગામની પ્રાથમિક શાળામાં સેવા પખાવાડિયા અંતર્ગત આયોજિત આરોગ્ય શિબિરમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 3:10 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.