જુલાઇ 27, 2025 5:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ દેશની શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ દેશની શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા “ગુજરાત નઈ તાલીમ સંઘની સામાન્ય સભા, દ્વિ-વાર્ષિક સંમેલન અને રાજ્યકક્ષાની સંગોષ્ઠી” કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ આ વાત કહી. તેમણે કહ્યું, પાયાના શિક્ષણને આત્મસાત કરવાની જરૂર છે. શ્રી માંડવિયાએ વ્યસનને સૌથી મોટી સમસ્યા ગણાવતાં તેની સામે સૌને સાથે મળી લડવા અપીલ કરી.

આ પહેલા શ્રી માંડવિયાએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી ગૂજરાત વિદ્યાપીઠ સુધીના માર્ગ પર “સન્ડે ઑન સાયકલ” કાર્યક્રમમાં ભાગ લઈ સાઈકલ ચલાવી હતી. તેમની સાથે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો પણ જોડાયા હતા.