કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે છે. શ્રી માંડવિયાએ સવારે જેતપુરના મેવાસા ખાતે યોજાનારા ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સાથે કાર્યક્રમાં, મેડિકલ અને રક્તદાન શિબિરો તેમજ દિવ્યાંગ સંસાધન સહાયનું પણ વિતરણ કર્યું હતું. શ્રી માંડવિયા જુનાગઢ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અને કેશોદ ખાતે યોજાનારી ‘ત્રિરંગા યાત્રા’માં પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી માંડવિયા સાંજે કેશોદના બાલાગામ ખાતે યોજાનારા ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. શ્રી માંડવિયા આવતીકાલે સવારે રાજકોટના ઉપલેટા ખાતે તેમના ‘શ્રી ગોરસ’ સાંસદ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળશે.
Site Admin | મે 17, 2025 3:07 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે