મે 17, 2025 10:07 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે- ત્રિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે રહેશે. શ્રી માંડવિયા આજે સવારે જેતપુરના મેવાસા ખાતે યોજાનારા ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ બપોરે તેઓ જુનાગઢ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અને કેશોદ ખાતે યોજાનારી ‘ત્રિરંગા યાત્રા’માં ઉપસ્થિત રહેશે.ત્યારબાદ શ્રી માંડવિયા સાંજે કેશોદના બાલાગામ ખાતે યોજાનારા ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. શ્રી માંડવિયા આવતીકાલે સવારે રાજકોટના ઉપલેટા ખાતે તેમના ‘શ્રી ગોરસ’ સાંસદ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.