કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ પોરબંદર ચોપાટી પર આશરે 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું હતું. શ્રી માંડવિયાએ કસરતના મહત્વને સમજાવ્યું હતું.
શ્રી માંડવિયા બગવદર ગામમાં રાંદલ માતાજીનાં મંદિરે આયોજિત કાર્યક્રમમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત શ્રી માંડવિયા મોકર સાગર અભયારણ્યની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કુતિયાણાની સુદામા ડેરી ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને સાંજે ગ્રીનલૅન્ડ ચોકડી ખાતે યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં હાજરી આપશે.