માર્ચ 1, 2025 7:05 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. રાજકોટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ અંગે માહિતી આપતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે યુવાનોને દેશની 500 જેટલી મહત્વની પ્રીમિયમ પ્રકારની કંપનીઓમાં એક વર્ષ સુધી ઇન્ટર્નશીપ આપવામાં આવશે. જેના કારણે
દેશની અન્ય કંપનીઓને પણ લાભ થશે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દ્વારા ઘેડ પંથક એટલે કે પોરબંદર-જુનાગઢ પંથકના વિસ્તાર માટે એક હજાર 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાનું આયોજન કર્યું છે. જેનાથી ઘેડ પંથકનો સર્વાંગી વિકાસ કરવામાં ઘણી જ મદદ મળી રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.