ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2025 2:06 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં 98 હજાર સ્થળોએ BSNLના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશભરમાં લગભગ 98 હજાર જગ્યાઓ પર BSNL ના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની શરૂઆત કરાવશે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે 4G ટાવર સરળતાથી 5G માં અપગ્રેડ થશે અને દેશનો કોઈપણ ભાગ તેનાથી બાકાત રહેશે નહીં. તેમણે ડિજિટલ ભારત નિધિ દ્વારા દેશના 100 ટકા 4G સેચ્યુરેશન નેટવર્કનું પણ અનાવરણ કર્યું જેમાં લગભગ 30 હજાર ગામડાઓને જોડવામાં આવ્યા છે.