ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 6, 2025 7:53 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં શ્રીલંકાના વિપક્ષી નેતા સજીત પ્રેમદાસા સાથે મુલાકાત કરી

કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં શ્રીલંકાના વિપક્ષી નેતા સજીત પ્રેમદાસા સાથે મુલાકાત કરી. શ્રી નડ્ડાએ તેમને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે પાયાના સ્તરે કાર્ય કરે છે અને તેની લોકો-કેન્દ્રિત નીતિઓ ભારતની વિકાસ યાત્રાને કેવી રીતે માર્ગદર્શન આપી રહી છે તે અંગે માહિતી આપી. રાજકીય પક્ષો નાગરિકોની સેવા કેવી રીતે વધુ સારી રીતે કરી શકે છે તે અંગે પણ તેમણે અર્થપૂર્ણ વાતચીત કરી.
પક્ષ અને સરકાર વચ્ચે સંકલન કેવી રીતે કલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવાનું શક્ય બનાવે છે એ વિશે પણ શ્રીનડ્ડાએ માહિતી આપી.
તેમણે કહ્યું કે ભારત અને શ્રીલંકાએ હંમેશા નજીકના પડોશી તરીકે એકબીજાને ટેકો આપ્યો છે અને બંને દેશોની પ્રગતિ અને વિકાસ માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.