કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી.
મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોસ્ટલ સર્કિટ પહેલ હેઠળ 68 કરોડ રૂપિયા અને ‘પ્રસાદ’ યોજના હેઠળ બેલુર મઠના વિકાસ માટે 31 કરોડ રૂપિયા આપ્યા છે. મંત્રીએ આરોપ લગાવ્યો કે ત્યારબાદ રાજ્ય સરકાર રાજ્યમાં ધાર્મિક પર્યટનના વિકાસ માટે ‘સ્વદેશ દર્શન, પ્રસાદ’ જેવી વિવિધ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓમાં ભાગ લઈ રહી નથી.
લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં મંત્રીએ ઉમેર્યું કે તે રાજ્ય સરકારની જવાબદારી છે કારણ કે તે રાજ્યનો વિષય છે. રાષ્ટ્રીય યાત્રા યોજનામાં ‘ગંગાસાગર’નો સમાવેશ કરવાના મુદ્દા પર જવાબ આપતા મંત્રીએ કહ્યું કે ભારતીય પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિમાં ગંગાસાગરનું ખૂબ મહત્વ છે, પરંતુ રાજ્ય સરકારની જવાબદારી છે કે તેઓ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) બનાવે ત્યારે બાદ જ મંત્રાલય જરૂરી પગલાં લેશે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 3:26 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી.