લોકસભામાં આ મહિનાની આઠ તારીખે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા અંગે વિશેષ ચર્ચા કરાશે. જ્યારે ગૃહમાં નવ ડિસેમ્બરે ચૂંટણી સુધારા અંગે ચર્ચા થશે. સંસદ ભવનમાં આજે સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પત્રકારોને જણાવ્યું, આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવાયો. તેમણે કહ્યું, બંને ચર્ચા પૂર્ણ થયા પછી સરકાર રાજ્યસભામાં પણ ચર્ચા માટેન પ્રસ્તાવ રાખશે.
શ્રી રિજિજૂએ કહ્યું, ચૂંટણી સુધારા એ મોટો મુદ્દો છે, જે સરકાર કરે છે અને સંસદમાં તેની પર ચર્ચા થાય છે. તેમણે કહ્યું, ચૂંટણી પંચ અને S.I.R. વહીવટી મામલો છે, જે ચૂંટણી પંચે નક્કી કર્યો હતો. આ મામલો સર્વસંમતિથી ઉકેલાઈ ગયો છે અને ચર્ચા માટેનો સમય અને તારીખ નક્કી કરવામાં આવી છે. તેથી સરકારને ખૂબ જ રચનાત્મક અને સાર્થક ચર્ચાની આશા છે.
Site Admin | ડિસેમ્બર 2, 2025 7:39 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું, લોકસભામાં આઠ તારીખે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા અંગે વિશેષ ચર્ચા કરાશે