માર્ચ 13, 2025 7:55 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “ઝડપથી બદલાતા વિશ્વની સાથે દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.”

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વ ઑડિયો વિઝ્યૂઅલ એન્ડ એન્ટરટૅઇન્મૅન્ટ સમિટ- વેવ્ઝ 2025થી પહેલા નવી દિલ્હીમાં આજે એક કાર્યક્રમમાં ભાગ લીધો. દરમિયાન માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગન તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો ઉદ્દેશ વૈશ્વિક સમુદાય સુધી પહોંચ બનાવવાનો છે. કાર્યક્રમમાં 100થી વધુ રાજદૂત અને હાઈ કમિશનર ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે કહ્યું, “ઝડપથી બદલાતા વિશ્વની સાથે દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજનનું સ્વરૂપ બદલી રહ્યું છે.” તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મંચનું સૂચન કર્યું છે. વેવ્ઝ શિખર સંમેલનની પહેલી આવૃત્તિ પહેલી મે-થી ચાર મે સુધી મુંબઈમાં યોજાશે.