માર્ચ 5, 2025 9:42 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો છે. શ્રી વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં- IIMCના 56-મા પદવીદાન સમારોહને સંબોધિત કરતા કહ્યું, માધ્યમોની દુનિયા બદલાઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા રાષ્ટ્ર પ્રથમ સ્થાને રાખવા પણ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શ્રી વૈષ્ણવે IIMCને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક વૈશ્વિક સ્તરની સંસ્થા બનાવવાની પણ વાત કહી હતી.સ્નાતકની પદવી મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શ્રી વૈષ્ણવે કહ્યું, IIMCમાં ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરના અભ્યાસક્રમ અને માધ્યમ ઉદ્યોગની સાથે સશક્ત સહકાર પણ લાગૂ થશે.