કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વિશ્વાસ અને પ્રતિભા એ બે સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે જે વિશ્વને ભારત તરફ આકર્ષિત કરે છે. સ્વિટ્ઝર્લૅન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ WEF ખાતે મીડિયા સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે કહ્યું કે,હાલમાં વિશ્વ જે વિક્ષેપો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે છતાં, ભારત એક ખૂબ જ વિશ્વસનીય દેશ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતે વિશ્વને સ્પષ્ટપણે
દર્શાવ્યું છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં, તે એક એવો દેશ છે જે શાંતિ, દરેક માટે વિકાસ અને સમાવેશી વિકાસમાં માને છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 9:36 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વિશ્વાસ અને પ્રતિભા એ બે સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે જે વિશ્વને ભારત તરફ આકર્ષિત કરે છે
