ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 9, 2025 9:40 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો રજૂ કર્યા

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો રજૂ કર્યા. આકાશવાણીની ખાસ સંગીત રચના અને ગીતાત્મક પ્રસ્તુતિ મહાકુંભના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને દર્શાવે છે. આ ગીત રતન પ્રસન્નાએ ગાયું છે અને સંગીત સંતોષ નાહર અને રતન પ્રસન્ના દ્વારા આપવામાં આવ્યું છે. આકાશવાણીની મધુર પ્રસ્તુતિ મહાકુંભની શાશ્વત પરંપરાઓ અને પવિત્રતાના મહત્વને વ્યક્ત કરે છે. આ શ્રોતાઓમાં ભક્તિ અને ગર્વની લાગણી પેદા કરે છે.
દૂરદર્શન દ્વારા નિર્મિત થીમ ગીત “મહાકુંભ હૈ” પદ્મશ્રી કૈલાશ ખેરે ગાયું છે. તે મહાકુંભની ભક્તિ, ઉત્સવની ભાવના અને જીવંત સાંસ્કૃતિક સારનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પ્રસંગે પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલ, મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદી, દૂરદર્શનના મહાનિર્દેશક કંચન પ્રસાદ અને ઓલ ઈન્ડિયા રેડિયોના મહાનિર્દેશક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌર પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.