કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું. તેમાં વિવિધ ક્ષેત્રની અત્યાધુનિક નવિનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલૉજીનું પ્રદર્શન જોવા મળશે. ટ્રેડ શૉ અને પ્રદર્શન થકી આર્થિક વિકાસના સંકલ્પના આગળ વધારવા નવીનતા, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, સ્ટાર્ટ-અપ્સ, વિદેશી ખરીદદારો અને સકારી વિભાગોને એકસાથે લાવવાનો પ્રયાસ છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | ઓક્ટોબર 9, 2025 3:59 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું.