કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે નોઇડા અને બેંગલુરુમાં સ્થિત નવી અત્યાધુનિક ડિઝાઇન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું છે. નવી સુવિધાની વિશિષ્ટતા પર પ્રકાશ પાડતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, અત્યાધુનિક 3-નેનોમીટર ચિપ ડિઝાઇન પર કામ કરતું આ ભારતનું આ પ્રથમ સીમાચિહ્નરૂપ ડિઝાઇન કેન્દ્ર છે.તેમણે ઉમેર્યુ હતું કે, તે ભારતને સેમિકન્ડક્ટર નવીનીકરણ માટે વિશ્વમાં કેન્દ્ર સ્થાન અપાવે છે. શ્રી વૈષ્ણવે ઇજનેરી વિદ્યાર્થીઓમાં વ્યવહારુ હાર્ડવેર કૌશલ્ય વધારવાના હેતુથી નવી સેમિકન્ડક્ટર લર્નિંગ કીટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
Site Admin | મે 14, 2025 8:31 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નોઇડા અને બેંગલુરુમાં સેમિકન્ડક્ટરના દેશના પ્રથમ નવા અત્યાધુનિક ડિઝાઇન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું