માર્ચ 16, 2025 2:12 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસની જાહેરાત કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસની જાહેરાત કરી છે. એક હજાર 112 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ ક્લસ્ટરો પિલ્લઈ પક્કમ અને મનાલ્લુર ખાતે સ્થાપિત કરાશે. આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતનું સ્થાન મજબૂત કરવાનો છે. આ જાહેરાત ગઈકાલે ચેન્નાઈમાં ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સની નવી ઉત્પાદન સુવિધાના ઉદ્ઘાટન દરમિયાન કરવામાં આવી હતી.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે 15 એકરમાં ફેલાયેલી આ સુવિધા તમિલનાડુના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગને વેગ આપવામાં અને 500 અબજ ડોલરના ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન બજાર પ્રાપ્ત કરવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.