કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના બનાસ ડેરી ખાતે સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે.ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મંત્રી સણાદરમાં બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે અને સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. મંત્રી સણાદરમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
Site Admin | ડિસેમ્બર 6, 2025 9:34 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં સહકાર સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે